રત્નત્રયીની સાધના

રત્નત્રયીની સાધના

सीसं जहा सरीरस्स, जहा मूलं दुमस्स य।
सव्वस्स साधुधम्मस्स, तहा झाणं विधीयते ।।14।।

– ઈસિભાસિયાઈં (અર્હત્‌ દગભાલ)
જેવી રીતે શરીરનું મહત્ત્વપૂર્ણ અંગ મસ્તક છે, જેવી રીતે વૃક્ષનું મહત્ત્વપૂર્ણ અંગ તેનું મૂળ છે; તે જ રીતે સંપૂર્ણ સાધુધર્મનું મહત્ત્વપૂર્ણ અંગ ધ્યાન છે.

पुच्छिऊण मए तुब्भं, झाणविग्घो उ जो कओ।

– ઉત્તરાધ્યયન સૂત્ર-20/57
શ્રેણિકરાજા અનાથી મુનિને કહે છે : તમારા પૂર્વકાળની વાતો પૂછીને તમારા ધ્યાનમાં મેં જે અવરોધ ખડો કર્યો, એની મને માફી આપો.

સમિતિ સાધના

नास्ति काचिदसौ क्रिया या आगमानुसारेण,
क्रियमाणा साधूनां ध्यानं न भवति।।

એવી કોઈ ક્રિયા નથી, જે આગમાનુસારે કરાય ત્યારે મુનિવરો માટે ધ્યાન ન બને.
– ધ્યાનશતકવૃત્તિ, શ્લો.૧૦૫, આ. હરિભદ્ર સૂરિ

शुद्धानुष्ठानविकलं ध्यानं यद्‌ दुष्टशीलिनः।
ध्यायन्ति तद्‌वचोमात्रं नास्थाकारि विवेकिनाम्‌।।

(ઉપમિતિ : ૮૦૯)
શુદ્ધ અનુષ્ઠાન રહિત જે દુષ્ટ સ્વભાવવાળાઓનું ધ્યાન છે, તે વચન માત્ર છે.
વિવેકીઓ માટે તે આસ્થાનો વિષય નથી બનતું.

यः पुनर्मलिनारम्भी बहिर्ध्यानपरो भवेत्‌।
नासौ ध्यानाद्‌ भवेच्छुद्धः सतुषस्तंडुलो यथा।।

(ઉપમિતિ : ૮૧૧)
જે વ્યક્તિ મલિન આરંભવાળો, બહિર્વૃત્તિથી ધ્યાનમાં તત્પર હોય છે, તે ધ્યાન વડે શુદ્ધ થતો નથી. જેવી રીતે છોતરાં વાળા ચોખા (છડ્યા વગરના ચોખા) શુદ્ધ નથી થતા તેમ.

ગુપ્તિ સાધના

जो किर जयणापुव्वो, वावारो सो ण झाणपडिवक्खो।
सो चेव हवइ झाणं, जुगवं मणवयणकायाणं।।

– અધ્યાત્મમતપરીક્ષા, મહો. યશોવિજયજી
જે જયણા પૂર્વકની ક્રિયા છે, તે ધ્યાનની વિરોધિની નથી; પણ સમિતિ, ગુપ્તિ આદિપૂર્વકની તે સાધના એક સાથે મન-વચન-કાયાના યોગોનું ધ્યાન થશે.
ધ્યાન એટલે યોગોમાં એકાગ્રતા.

થિર કરી રાખે જે ઉપયોગ, કરતો તત્ત્વતણો આભોગ;
આતમસાર તે ચિત્તમાં ધરે, ઈણ વિધિ પરમાતમ પદ વરે.

– પંચ પરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા ૧/૧૪
ઉપયોગને સ્થિર કરીને આત્મતત્ત્વના આસ્વાદને જે ચિત્તમાં સ્થિર કરી રાખે છે, તે પરમાત્મ પદને પામે છે.

Related Articles

કર્તા આને ક્રિયા

માન્યથી જોવામાં આવે છે કે કોઈ પણ વાક્ય હોય, તેમાં બે વસ્તુઓ ઉલ્લેખિત અવશ્ય હોય છે : કર્તા ક્રિયા દા.ત. રમેશ જાણે છે. શું થાય…

ચાલો ચૈતન્ય તીર્થની યાત્રાએ

મંઝિલ શાશ્વત સ્વરુપરમણતાની…માર્ગ : અધ્યાત્મનો… ભેદજ્ઞાનનો… વિકલ્પોથી મુક્તિનો…માઈલસ્ટોન-સ્વરુપાનુભૂતિ… એક રૂપકકથા અધ્યાત્મજિજ્ઞાસુ વ્યક્તિ સમર્થ જ્ઞાની સંત પાસે પહોંચ્યો. વિનંતી કરી : “મને શુદ્ધ ચૈતન્ય તત્વની અનુભૂતિ કરવી…

ભાગવતી સાધનાનું લક્ષ્યાંક : સ્વાનુભૂતિ

ભાગવતી સાધનાનું લક્ષ્યાંક : સ્વાનુભૂતિ આધાર સૂત્રभदन्त! द्वादशाङ्गस्य, किं सारमिति कथ्यताम्‌।सूरिः प्रोवाच सारोऽत्र, ध्यानयोगः सुनिर्मलः।।मूलोत्तरगुणाः सर्वे, सर्वा चेयं बहिष्क्रिया।मुनीनां श्रावकाणां च, ध्यानयोगार्थमीरिता।।मनःप्रसादः साध्योऽत्र, मुक्त्यर्थं ध्यानसिद्धये।अहिंसादि-विशुद्धेन,…

Responses

Your email address will not be published. Required fields are marked *