હે ભગવન્! દ્વાદશાંગીનો સાર શું છે એ કહો!
આચાર્ય ભગવંત જણાવે છે કે અત્યંત નિર્મલ ધ્યાનયોગ જ દ્વાદશાંગીના સાર રૂપ છે. સર્વે મૂલગુણો તથા ઉત્તરગુણો અને સર્વ સાધુ તથા શ્રાવકોનો આ બાહ્ય ક્રિયાકલાપ ધ્યાનયોગ માટે કહેવાયો છે.
મુક્તિ માટે આ ધ્યાનયોગ છે. તેના માટે મનની પ્રસન્નતા જરૂરી છે. અહિંસા આદિથી વિશુદ્ધ એવા અનુષ્ઠાન વડે તે મનની પ્રસન્નતા સિદ્ધ કરી શકાય છે.
આત્માનો પરમાત્માને વિષે જે ભેદબુદ્ધિથી કરાયેલ વિવાદ ઉત્પન્ન થયો, ધ્યાન નામના દૂતે તે વિવાદને દૂર કરીને જલ્દીથી આત્મા અને પરમાત્મા વચ્ચે અભેદ કર્યો છે. અર્થાત્ ધ્યાનદશામાં આત્મા એ જ પરમાત્મા રૂપ છે તેવું જણાય છે.
યોગી સમત્વનું આલંબન લઈને ધ્યાનને પ્રાપ્ત કરે. સમત્વ વિનાનું ધ્યાન શી રીતે હોઈ શકે? એ તો છે આત્મપ્રતારણા.
સર્વસંયોગનિરપેક્ષ શુદ્ધ આત્માનો આદર સ્વીકાર અને અનુભવ કર્યા વગર મોક્ષમાર્ગ પ્રગટતો નથી,માર્ગના પ્રાગટ્ય વગર મંઝિલનું પ્રાગટ્ય પણ શક્ય નથી. ભૌતિક જગતમાં માર્ગ મંઝિલ આપે છે…અધ્યાત્મ…
Please note:
This action will also remove this member from your connections and send a report to the site admin.
Please allow a few minutes for this process to complete.
Responses